Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં પકડાયેલા રૂપિયા 60.72 લાખના દારૂ પર બૂલડોઝર ફેરવાયું

  • March 24, 2021 

અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા 49 લાખ, ગ્રામ્ય પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 9.67 લાખઅને જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 2.3 લાખની કિમતના ઈંગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

 

 

 

હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીકની ખુલ્લી જ્ગ્યામાં મામલતદાર અંકલેશ્વર એચ.જી. બેલડીયા અને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. વિદેશી દારૂની 40.292 બોટલ પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, 2019-20ના વર્ષમાં ઝડપાયેલ આ ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.(હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application