મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ડોલારા ગામે રોડની સાઈડમાં પશુ ભરેલ વાહન ઉતારી દેતા વાહન ચાલક ફરાર થઈ જતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ડોલારા ગામનાં વ્યારાથી ભેંસકાતરી જતાં રોડની બાજુમાં જીતેશભાઈ બાબુભાઈ ગામીત નાઓના ઘરની સામે ગુરૂવારનાં રોજ એક ટાટા કંપનીની ઝેનન પીકઅપ વાહન નંબર GJ/05/BT/2654માં 3 નંગ ગાયો અને 7 નંગ વાછરડાને ખાવા માટે ઘાસ-ચારો કે પાણીની વ્યવસ્થા તથા ઉભા રહેવા તળિયે માટી નહિ રાખી અતિ કૃરતા પૂર્વક ખીંચોખીંચ ટૂંકી દોરી વડે બાંધી તેમજ વાહનમાં મેડીકલનાં સાધનોની વ્યવસ્થા રાખ્યા વગર હેરાફેરી કરતા ગાય અને વાછરડાને ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી ચાલક પોતાના કબ્જાનું વાહન રોડની સાઈડમાં ઉતારી દઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે વ્યારા પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application