Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ક્રૂઝ પર થઈ ગઈ

  • May 31, 2024 

બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સિલેબ્રેશનની શરુઆત 29મે’થી થઈ ગઈ છે. જેમાં દિગ્ગજ હસ્તીઓ પણ પહોંચી ચુકી છે, આ ક્રુઝમાં 29 મેથી લઈ 1 જૂન સુધી પાર્ટીની ધમાલ જોવા મળશે. ઈટલીથી શરુ થઈ ફ્રાન્સ સુધી 4380 કિલોમીટરની સફર થશે. આ દરમિયાન ડીજી પાર્ટી, મોજ-મસ્તીની પણ ધમાલ જોવા મળશે, બોલિવુડ સ્ટાર પણ આ પ્રી-વેડિંગમાં પહોંચી ચુક્યા છે. ત્યારે આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સામેલ ઓરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે.


ઓરીનું સાચું નામ ઓરાહન અવત્રામણિ છે. ઓરી ફિલ્મ સ્ટાર્સ તેમજ રિલાયન્સ પરિવાર સાથે ખૂબ જ ગાઢ બંધન ધરાવે છે. અનંત અંબાણીના લગ્ઝરીક્રુઝ પાર્ટીની ચર્ચાઓ હાલ બધાજ લોકોના મોઢેથી સાંભળવામાં આવી રહી છે. આ વચ્ચે ઓરી એક્રુઝ અને બીચના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ સાથે તેમણે લખ્યું પરફેક્ટ મોર્નિંગ, આ સિવાય ઓરીએ ઈટાલીના પોએટો બીચની સુંદર ઝલક બતાવી છે. આ સિવાય આ ક્રૂઝનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ ઝલકમાં ક્રૂઝની અંદરનો દરેક ખૂણો પણ બતાવવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application