ત્રીજી લહેરની વર્તાતી દહેશતને પગલે સરકારની સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ તકેદારીના પગલાને રૂપે આગોતરી તૈયારીમાં જોતરાઈ છે, જે અંતર્ગત વ્યારામાં આવેલ જનક સ્મારક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ દાતાઓના સહકારથી મુકાયો હતો, જેનો અનાવરણ પ્રસંગ યોજાયો હતો.
તાપી જિલ્લાના વ્યારામાં આવેલ જનક સ્મારક હોસ્પિટલને કોરોનાની બીજી લહેર દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરીને દર્દીઓને સારવાર અપાઈ હતી, આ સમય દરમ્યાન ઓક્સિજનની ભારે અછત વર્તાઈ હતી, તેને દૂર કરવાની સાથે અને સંભવિત ત્રીજી લહેરની આગાહીને લઈને હોસ્પિટલના સત્તાધીશોએ દાતા ઓના સહકારથી ઓક્સિજન પ્લાન્ટ લાવી દર્દીઓને પડતી મુશ્કેલી દૂર કરવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500