Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગીર/કાંકરેજ ઓલાદની ગાયોનું સંવર્ધન કરતી સંસ્થાને ઉત્તમ ઓલાદના વાછરડા/વાછરડીના નિભાવ માટે રૂ. ૧૦,૦૦૦/-ની સહાય મળવાપાત્ર

  • July 15, 2021 

રાજ્યના લાખો પશુપાલકોએ રાજ્ય સરકારના કૃષિ તેમજ પશુપાલન વિભાગની અનેક યોજનાઓનો લાભ મેળવીને આવકમાં વધારો કર્યો છે. આવી જ એક યોજના એટલે ઉત્તમ આનુવંશિક ગુણવત્તાવાળા ઇલાઇટ હર્ડ પેદા કરવાની યોજના, જેમાં ગીર/કાંકરેજ ઓલાદની ગાયોનું સંવર્ધન કરતી સંસ્થાને પ્રત્યેક વાછરડા/વાછરડીના નિભાવ માટે રૂ. ૧૦,૦૦૦/-ની સહાય મળવાપાત્ર છે.

 

 

 

 

યોજનામાં લાભ મેળવવા માટે લાભાર્થી સંસ્થાને પ્રતિ વાછરડા દીઠ નિભાવ ખર્ચ પેટે દર વર્ષે કુલ ખર્ચના ૫૦% વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- તેમજ વધુમાં વધુ ૩૦ વાછરડા/વાછરડી માટે નિભાવ સહાય મળવાપાત્ર છે. સતત ત્રણ વર્ષ સુધી સહાય મળવાપાત્ર છે. આ માટે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સંચાલિત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. ૭, બીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર ફોન ; (૦૭૯) ૨૩૨૫૬૩૨૭,૨૩૨૫૬૩૨૯ ખાતે સંપર્ક અને અરજી કરીને સહાય પ્રાપ્ત કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application