વિભાગીય કચેરી હેઠળના તમામ ડેપો તથા વિભાગીય યંત્રલાયના ૫૦૦થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા તા.૦૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે માર્ગ સુરક્ષા માસ ૨૦૨૪ નિમિત્તે વિભાગના વિભાગીય કચેરી ખાતેથી વિભાગના તમામ ડેપો જેમાં નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર, આહવા ડેપો તથા વિભાગીય યંત્રલાય સહિતના તમામ એકમોનું સંકલન કરી, ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સમાં અંદાજિત ૫૦૦થી વધુ ડ્રાયવર, કંડક્ટર, મિકેનિક સહિત કર્મચારીઓ, અધિકારીઓ અને સુપરવાઈઝરો એ ભાગ લીધો હતો. જેમાં વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ દ્વારા સુરક્ષા અને સલામતી સાથે સબંધિત બાબતો અંગે માર્ગદર્શન આપી સમજ આપવામાં આવી હતી. કર્મચારીઓના પ્રશ્નોને પણ વાચા આપી તેવા પ્રશ્નોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસ.ટી.નિગમમાં ઓનલાઇન માધ્યમથી આ પ્રકારના સેમિનારના આયોજન બાબતે એસ.ટી.વલસાડ વિભાગ ખાતેથી સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી છે. સાંપ્રત સમયે ટેક્નોલોજીના વિકાસ સાથે તેના ઉપયોગ સાથે સમયના બચત અને મહત્તમ કામદારોને આવરી લઇ અસરકારક કામગીરીની દિશામાં નવીન શરૂઆત થવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500