12-જાન્યુઆરી 2021 સેવાસેતુના માધ્યમથી હજારો લોકોના ઘર સુધી પહોંચી લાભ આપ્યા બાદ રાજ્ય સરકારની રાજ્યના નાગરીકો માટે વધુએક પ્રસંશનીય પહેલ કરવામાં આવી છે. ગ્રામ્યકક્ષાના લાભાર્થીઓ ઘરે બેઠાં વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકારે વિવિધ વિભાગોની અનેક યોજના ઓડિઝિટલ સેવા-સેતુના માધ્યમથી ઇ-ગ્રામ કેન્દ્રો દ્વરા ઓનલાઇન કરી છે.
જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગની 3 યોજનાવૃદ્ધ પેન્શનયોજના, નિરાધારવૃદ્ધ પેન્શનયોજના, રાષ્ટ્રીય કુટંબ સહાય યોજના તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની 4 યોજના દિવ્યાંગ એસ.ટી. બસ પાસ યોજના, ઇન્દીરાગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંતસુરદાસ યોજના મળી કુલ 7 યોજનાનો લાભ લેવા માટે અરજદારે ગ્રામ્યકક્ષાએ ગ્રામપંચાયતથી ઓનલાઇન ફોર્મ વી.સી.ઇ. પાસે ભરાવી નિયત ફી ભરી લાભ મેળવી શકાશે. તેમજ વધુ માહિતી માટે ગ્રામ પંચાયતનો અથવા સમાજ સુરક્ષા અધિકારી અમરેલીનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ જણાવ્યુ છે.
હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતા સરકારે ડિઝિટલ સેવા-સેતુના માધ્યમથી ઓનલાઇન સેવા શરૂ કરીછે. જેના કારણે અરજદારો ઘેર બેઠાં ઓનલાઇન ફોર્મ ભરી અનેક વિવિધ યોજનાઓનો લાભ લઇ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500