Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના બોરઠા ગામની સીમમાં આધેડે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

  • November 07, 2022 

નિઝરના નવલપુર બોરઠા ગામની સીમમાં વૃક્ષની ડાળી સાથે દોરી બાંધી સાયલા ગામના આધેડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાનો બનાવ નિઝર પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના સાયલા ગામના રહેવાસી જગનભાઈ ગોરજીભાઈ વડવી (ઉ.વ.૫૨)એ શનિવારે તેમના ગામની બાજુમાં આવેલ નવલપુર બોરઠા ગામની સીમમાં પડતર જમીનમાં આવેલ એક વૃક્ષની ડાળી ઉપર વાદળી કલરની નાયલોનની દોરી વડે પોતાની રીતે કોઈક અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે શંકરભાઈ ગોરજીભાઈ વળવીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી જાણ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application