ઉમરગામ તાલુકાનાં ડહેલી પારસ પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ બાબુભાઈ ભાનુશાલી ડહેલી મુકતા રેસિડેન્સીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. જોકે શુક્રવારે સાંજે દીકરો તીર્થ દુકાન ઉપર હતો. તે દરમિયાન રાજેશભાઈના ભાણેજ ઋષભના સાસુ નયનાબેન ભાનુશાલી તથા સસરા પ્રવીણભાઈ ઉર્ફે શંભુભાઈ ભાનુશાલીએ દુકાન પર આવી જૂના ઝઘડાની અદાવત રાખી અપશબ્દો બાલવા લાગ્યા હતા.
અપશબ્દો બોલવાની ના પાડતા બંને જણાએ એકદમ ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરી હતી. તીર્થે તેમનાં માતા-પિતાને ફોન કરીને બોલાવતા રાજેશભાઈ અને તેમના પત્ની દુકાન ઉપર આવતા તેમને પણ અપશબ્દો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાનમાં નયનાબેને લાકડા વડે રાજેશભાઈની પત્નીને માથાના પાછળનાં ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતુ. એટલું જ નહીં તે પછી તેઓ જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. ત્યારબાદ રાજેશભાઈની પત્નીને માથાનાં ભાગે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવ અંગેની ફરિયાદ રાજેશભાઈએ ભીલાડ પોલીસ મથકમાં નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application