શહેરમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એકલી મુકતા પહેલા સો વખત માતા પિતા વિચાર કરશે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના વરણામા પોલીસ મથકમાં બનેલા આ બનાવે ચકચાર મચાવી છે. આ અંગે વિગતે વાત કરીએ તો અહીં એક રિક્ષા ચાલકે 11 વર્ષની તરૂણી સાથે શારીરિક અડપલાં કરતા ચકચાર મચી ગઈ છે. પાણી પુરી અને ચાઈનીઝ ખવડાવવાની લાલચ આપી છકડાનો ચાલક તરૂણીને નેશનલ હાઇવે નંબર 48 પર લઈ ગયો હતો.
ત્યાર બાદ નેશનલ હાઇવે 48 ઉપર નવા બની રહેલા પેટ્રોલ પંપની સામે અંધારામાં છકડો ઉભો રાખી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જો કે આ બનાવ બાદ તરૂણીના પરિવારજનોએ બનાવ અંગે વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી છકડા ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી તરૂણીને પોલીસ પાસેથી ન્યાય મળે તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતા જ સગીરાના માતા રડી પડ્યા હતા. હાલ વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ગુનાની તપાસ કરજણ સી.પી.આઈ. જે.જી.દેસાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application