સહકારી ક્ષેત્રે સમગ્ર એશિયા ખંડમાં પ્રતિષ્ઠિત ગણાતી બારડોલી સુગર ફેક્ટરીના આધુનિકરણ બાબતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. બારડોલીના કેદારેશ્વર સંકુલ મુકામે સભાગૃહમાં યોજાયેલી મિટિંગમાં સુરત જિલ્લા કલેકટર, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયેલી લોક સુનાવણી સભામાં મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
બારડોલી સુગર દ્વારા સૂચિત કો.જનરેશન પાવર પ્રોજેક્ટ અને મિલના આધુનિકરણ બાબતે ગત સામાન્ય સભામાં કરાયેલી જાહેરાત બાદ કામગીરીને આગળ વધાવતા કાનૂની પ્રક્રિયા મુજબ ગુજરાત જીપીસીબી દ્વારા પર્યાવરણ લક્ષી સર્ટિફિકેટ બાબતે લોક સુનાવણી હાથ ધરતા વિવિધ સભાસદો દ્વારા તેઓના મંતવ્ય રજૂ કરાયા હતા. સભાસદો દ્વારા કો. જનરેશન પાવર પ્રોજેક્ટ અને સુગર ફેક્ટરીના મોર્ડનાઇઝેશન પ્રોજેક્ટ બાબતે ભારે ઉત્સાહ દર્શાવાયો હતો. બારડોલી સુગરના વિકાસ માટે કાર્યરત મેનેજમેન્ટ ને સભાસદો એ અભિનંદન આપતા લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application