Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં એક ગામમાં વૃદ્ધએ બાળકી સાથે દુષ્કર્મ કરતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી

  • October 25, 2021 

ભરૂચ જિલ્લામાં આવેલાં એક ગામમાં રહેતું દંપતિ નજીકમાં જ રહેતાં તેના દાદીના ઘરે અવાર-નવાર રહેવા જતાં હતાં. દરમિયાનમાં બે દિવસ પહેલાં બાળકીના પિતાને કામ હોઇ તેમને તેમની 11 વર્ષની પુત્રી અને 8 વર્ષના પુત્રને દાદીના ત્યાં મુકી ગયાં હતાં. જોકે તે સમયે દાદીને પુનમ ભરવાની હોઇ તેઓ ઘરેથી નિકળી ગયાં હતાં. જ્યારે બાળકીની માતા ખેતરે ગઇ હતી. જેના પગલે દાદીએ નજીકમાં જ રહેતાં એક પરિવારને બાળકો પર ધ્યાન રાખવાનું કહીને ગયાં હતાં અને તે સમયે ત્યાં રહેતા 70 વર્ષીય નટવરસિંહ ઉર્ફે ટીનો સરદારજી રાઠોડને બાળકી અને તેનો ભાઇ ઘરમાં એકલાં હોવાની જાણ થતાં તે તેમના ઘરે પહોંચ્યો હતો અને તેને નાનાભાઇને બિસ્કિટ તેમજ અન્ય સામાન લાવવાના બહાને દુકાને મોકલી દઇ ઘરને અંદરથી બંધ કરી બાળકી સાથે દુષ્કર્મની કોશિષ કરી હતી.

 

 

 

 

 

 

તે સમયે નાનો ભાઇ પરત આવી જતાં દરવાજો બંધ હોઇ બારીમાંથી જોતાં નટવરસિંહ ઉર્ફે ટીનો અર્ધનગ્ન હાલતમાં હોવા સાથે તેની બહેન સાથે દુષ્કર્મ આચરતો હોવાનું જોઇ જતાં તેણે જોરથી દરવાજો ખખડાવતાં નટવરસિં ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં નબીપુર પોલીસે મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર નટવરસિંહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application