Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લામાં પેન્ડિંગ દાવા અરજીનો ત્વરીત નિકાલ કરવાની માંગ સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

  • April 29, 2022 

સોનગઢ તાલુકાના નિંદવાડા, ભટવાડા, ખેરવાડા, સરજામલી, લીંબી, પાથરડા, અજવાર, જૂના અમલપાડા, બુધવાડા, વાજપુર, આમલપડા, સેલ્ટીપાડા, મોનીપાડા, કૂઈલિવેલ, ઝરીઆંબાના આદિવાસી આગેવાન અને લોક સંધર્ષ મોરચાના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય માંગણીઓ સંદર્ભે ન્યાયિક વલણ અપનાવવા તંત્ર દ્વારા ખાતરી આપી હતી.


તાલુકા કક્ષાની વન અધિકાર સમીતી સોનગઢ દ્વારા મંજૂર કરેલ તમામ દાવાઓ જિલ્લા કક્ષાની વન અધિકાર સમિતી, તાપી દ્વારા મંજૂર કરી સનદ આપવા માગ કરાઈ છે. તાપી જિલ્લા કલેકટરને આપેલા આવેદનમાં જણાવ્યુ છે કે, અરજદારો અનુસૂચિ 5માં સમાવિષ્ટ તાલુકો સોનગઢમાં જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરી આજીવિકા ચલાવતા આવ્યા છે.

સરકારે આદિવાસીઓના અન્યાયને દૂર કરવા જળ જંગલ જમીન પર તેઓના અધિકારો કાયમ રહે માટે વન અધિકાર અધિનિયમ 2006 અને નિયમ 2008, સુધારા નિયમ 2012 ઘડવામાં આવ્યા છે. વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ નિંદવાડા, ભટવાડા, ખેરવાડા, સરજામલી, લીંબી, પાથરડામાં વર્ષ 2009માં ગ્રામસભાનું આયોજન કરી કાયદા મુજબના પુરાવા સાથે જેતે સમયે ગ્રામ સભામાં દાવાઓ રજૂ કરતા મંજૂર થયા હતા. તેમાંથી અમુક દાવેદારોને વન જમીન પર અધિકાર પત્ર આપવામાં આવ્યા. અમુક દાવેદારો અધિકાર પત્રથી હાલ પણ વંચિત છે. 2017માં હાઇકોર્ટમા પીટીસન દાખલ કરી જેમાં 2018માં હુકમ મુજબ લોકોનો કેસ ગુણદોષ ઉપર સાંભળી તેમની પાસે રહેલા પુરાવા તપાસી જમીન પર અધિકાર આપવા, તે મુજબ દાવેદારોને રૂબરૂ બોલાવી પુરાવાની ચકાસણી કરી વન અધિકાર સમિતિ, સોનગઢ દ્વારા 2019માં 17 ગામોની કુલ 617 દાવા અરજીઓ મંજૂર કરી હતી.


જિલ્લા કક્ષાની વન અધિકાર સમિતિ, તાપીને કાર્યવાહી કરવા મોકલી સરખાં પુરાવા હોવા છતા અમુક ગામોમાં DLC તાપીએ અધિકાર પત્ર આપ્યા, જ્યારે નિંદવાડા, ભટવાડા, ખેરવાડા, સરજામલી, લીંબી, પાથરડાને બે વર્ષ કરતાં વધુ સમય થયો પણ જાણ કરી નથી કે સનદ આપી નથી. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 25/11/2021ના રોજ અનુસુચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી, વન અધિકાર કાનૂન 2006 અન્વયે હક આપવા માટે સમીતીની નવી રચના થયેલ હોય જેથી જિલ્લામાં પેન્ડિંગ દાવા અરજીનો ત્વરીત નિકાલ કરવામાં આવે તેવી માગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application