Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના પટેલ ફળિયા માંથી વરલી મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો

  • October 08, 2020 

ઉચ્છલ તાલુકાના પટેલ ફળીયામાં રહેતો ઉમેશભાઈ કતુડીયાભાઈ ગામીત નાઓ મુંબઈ થી નીકળતા વરલી મટકાના ટાઇમ બજાર આંકડા ઉપર ગેરકાયદેસર રીતે બહાર થી ગ્રાહકો બોલાવી પૈસા વતી હારજીતનો જુગાર રમાડતો હોય ઉચ્છલ પોલીસ ની રેઇડમાં ઝડપાઈ ગયો હતો.

 

પોલીસે તેની પાસેથી ટાઈમ બજારના આંકડા લખેલ ચોપડી, જુગાર ના સાહિત્ય, તેની અંગ ઝડતી દરમિયાન રોકડ રૂપિયા 510/- એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 500/- મળી કુલ રૂપિયા 1010/- ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હ્તો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ અર્જુનભાઈની ફરિયાદના આધારે ઉમેશભાઈ ગામીત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application