મધ્યપ્રદેશનાં મુરેના જિલ્લામાં આજરોજ એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં કાવડને લઈ જતી એક ટ્રકે રોડ કિનારે 14 કાવડિયાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે કાવડિયાના મોત થયા છે અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે જ પાંચ કાવડિયાને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે. વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો જે બાદ કાવડિયાઓએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જામ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભયાનક અકસ્માત બાદ મૃતકો અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કાવડિયા મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application