રાષ્ટ્રીય ધોરીમાર્ગ માલેગાવ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પર સવારનાં સમયે કન્ટેનર ટ્રક પલટી ગયા બાદ તે જ સ્થળે સાંજના સમયે આઇસર ટેમ્પો પલટી જતા વાહન ચાલકોમાં ભયનો માલ સર્જાયો હતો. જોકે સતત વાહન વ્યવહારથી ધમધમતો સાપુતારા શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ પાસે આવેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકો માટે ગોઝારો બન્યો છે.
જયારે ગતરોજ સવારે પૂણેથી અમદાવાદ તરફ જતો કન્ટેનર ટ્રકની અચાનક બ્રેક ફેલ થતા ટ્રક માર્ગ સાઈડ માર્ગમાં ફંગોળાઈ બે ત્રણ વાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ચાલક તથા ક્લીનરને ઈજાઓ થતા નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તે જ સ્થળે સાંજના સમયે નાસિકથી વડોદરા પાવડર ભરી જતો આઇસર ટેમ્પોની પણ અચાનક બ્રેક ફેલ થતા ચાલકે ટેમ્પોને માર્ગ સાઈડે સંરક્ષણ દિવાલ સાથે અથડાવી દેતા મોટી દુર્ઘટના થતી ટળી હતી. જ્યારે બંને અકસ્માતોમાં મોટી જાનહાનિ થઈ ન હતી. અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application