ઓડિશાનાં બાલાસોર જિલ્લામાં ઉત્તરપ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા. જેમાં બસ નેશનલ હાઇવે 60 પર બેલેન્સ ગુમાવી 20 ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો ચાર લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તારીખ 18 માર્ચે ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન કરવા માટે 'કૃષ્ણ' નામની બસમાં પુરી જવા નીકળ્યા હતા.
જેમાં બસ ગઈકાલે રાત્રે કોલકાતાથી પુરી જવા રવાના થઈ હતી. આ બસ રાત્રે લગભગ 1 વાગે નેશનલ હાઇવે 60 પર સંતુલન ગુમાવી દેતાં નેશનલ હાઇવેથી 20 ફૂટ નીચે પલટી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ નેશનલ હાઇવે પેટ્રોલિંગ વાન, જળેશ્વર પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. 23 ઘાયલ લોકોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢીને પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમાંથી 16ની તબિયત બગડતાં તેમને બાલાસોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાલાસોર મોકલવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ રાજેશ કુમાર મિશ્રા, કમલા દેવી યાદવ, રાજ પ્રસાદ યાદવ અને શાંતારામ યાદવ તરીકે થઈ છે. આ ઉપરાંત જે મુસાફરો સ્વસ્થ છે તેમને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500