Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિકેર-સેજવાડ ગામના માર્ગ પર બે બાઈક વચ્ચે અકસ્માત,એકનું મોત

  • August 10, 2022 

વાલોડના શિકેર-સેજવાડ ગામના માર્ગ પર બે બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં શિકેર ગામના શખ્સનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધાયો છે.



મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના શિકેર ગામની સીમમાંથી પસાર થતો શિકેર-સેજવાડ ગામના માર્ગ પર ગત તા. ૦૭/૦૭/૨૦૨૨ નારોજ દર્શનભાઇ ભુલાભાઇ રાઠોડ નાઓએ તેની બાઈક નંબર જીજે/૨૬/એચ/૮૮૮૦ ની પુર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી નરેશભાઇ પ્રવિણભાઇ રાઠોડની બાઈક નંબર જીજે/૨૬/ક્યુ/૩૨૯૫ને ટક્કર મારતા નરેશભાઇ પ્રવિણભાઇ રાઠોડને મોઢાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતે રીફર કરવામાં આવ્યો હતો.


જોકે સારવાર દરમ્યાન નવી સિવીલ હોસ્પીટલ સુરત ખાતે તા.૧૨/૦૭/૨૦૨૨ના ક:-૧૩/૦૦ વાગ્યે નરેશભાઇ રાઠોડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉમેશભાઇ પ્રવિણભાઇ રાઠોડ રહે,શિકેર ગામ ડેરી ફળીયું તા.વાલોડ નાઓએ દર્શનભાઇ ભુલાભાઇ રાઠોડ રહે,શિકેર મોચી ફળીયું તા.વાલોડ નાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખટોદરા પો.સ્ટે. સુરત શહેર ખાતેથી ઝીરોનંબરથી ગુનો રજીસ્ટર કરી આગળ વધુ કાર્યવાહી માટે તા.૦૭/૦૮/૨૦૨૨ ના રોજ વાલોડ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application