વાલોડના બાજીપુરામાં એટીએમ સેન્ટરની નગરજનો સહિતના લોકો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમ છતા લોકોને નાણાભીડનો સામનો કરવો પડે છે. જેના કારણે લોકોમા રોષ ફેલાયો છે.
વાલોડના બાજીપુરામાં લોકોની સુવીધા માટે બેંક દ્વારા એટીએમ મશીન મુકવામાં આવ્યું છે, તેમછતાં લોકોને કાર્ડ દ્વારા પૈસા મેળવવા એક સેન્ટરથી બીજા એટીએમનાં ધક્કા ખાવા સાથે નિરાશા સાંપડે છે. લોકોને તેમના એટીએમ કાર્ડ પણ જાણે શોભાના ગાંઠીયા જેવા લાગે છે. ખાતામાં પૈસા હોવા છતાં એટીએમ માં પુરતી રકમ નહી હોવાને કારણે યાતો ટેકનીકલ ક્ષતિને કારણે મશીન બંધ જેવી હાલતમાં જ રહે છે.
કાયમી ઘર કરી ગયેલી આ મુશ્કેલી માટે અનેક વખત ફરીયાદ ઉઠી છે. પરંતુ મેન્ટેનન્સ ખાનગી કંપનીઓનો કોન્ટ્રાક્ટ હોવાથી બેન્ક માત્ર જાણ કરી શકે છે. બાજીપુરાથી વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંથી મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે. લોકો રોકડ જોખમ ઓછું લઇને ફરતા હોય છે તેમજ નોકરીયાત વર્ગ અને ખેડૂત વર્ગ અહીં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. જેઓના પગાર પણ ઓન લાઇન થતા હોવાથી કાર્ડ દ્વારા જરૂરીયાત મુજબ નાણા ઉપાડતા હોય છે. ત્યારે મહિનામાં અનેક દિવસ એટીએમ ફોલ્ટી રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500