નાગપુરના હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ડોંગરગાવ ખાતેના બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડી ચોરટાઓ 24 લાખની રોકડ ઉપાડી ગયા હતા. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. આ ઘટના બાદ પોલીસે અજાણ્યા ચોરટાઓ સામે ગુનો નોંધી તેમને પકડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડોંગરગાવમાં બેન્ક ઓફ ઇન્ડિયાનું એક એટીએમ આવેલું છે. શુક્રવારે મધરાતે બે ચોરટાઓ બુકાની પહેરી અહીંના એટીએમ સેન્ટરમાં ઘુસ્યા હતા. આરોપીઓ તેમની સાથે ગેસ કટર સહિત જરૂરી ઉપકરણો પણ લાવ્યા હતા.
આ ઘટનાના CCTV ફૂટેજમાં આ બંને ચોરટાઓ એટીએમ મશીન તોડી તેમાથી રોકડ રકમ લઇ જતા સ્પષ્ટ નજરે પડે છે. આ લોકોએ 24.21 લાખની રોકડની ચોરી કર્યા બાદ અન્ય એક રૂમનું તાળું તોડી અહીંથી નેટવર્ક મોડેમ પણ ચોરી લીધું હતું. આ ઘટના બાદ એટીએમનું સંચાલન કરતી એજન્સી ઇલેકટ્રોનિક પેમેન્ટ સર્વિસ પ્રા.લી.ના જનરલ મેનેજર જિતેન્દ્ર બસાખેત્રે (ઉ.વ.35)ની ફરિયાદને આધારે હિંગણા પોલીસે આઇપીસીની કલમ હેઠળ અજાણ્યા ચોરટાઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application