વ્યારાના ગૌરૈયા ગામના વિસ્તારમાં ૧૧ વર્ષીય બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે. જેને લઇ પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બાળકીનું મોઢુ દબાવી નરાધમે દુષ્કર્મ આચર્યું
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તા.૨૬મી ઓગસ્ટ નારોજ વ્યારાના ગૌરૈયા ગામના વિસ્તારમાં રાત્રે આશરે ૯:૩૦ કલાકના આરસા ૧૧ વર્ષીય બાળકી એકલી ચાલતી ચાલતી પોતાના ઘરે જઈ રહી હતી તે સમય દરમિયાન રસ્તામાં નહેરની બાજુમાં નહેરખાતાની બંગલી પાસે નરાધમ મનીષ રાયસિંગ ગામીતએ બાળકીનો જબરદસ્તી હાથ પકડીને બાળકીને ખેંચીને બંગલીમાં લઇ જઈ બાળકીનું મોઢુ દબાવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બનાવની જાણ બાળકીના પરિવારજનોને થતા આજરોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી જેમની ફરિયાદના આધારે મનીષ રાયસિંગ ગામીત વિરુદ્ધ ઈપીકો કલમ ૩૭૬એબી તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨ની કલમ ૩,૪,૫(એમ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500