દિવાળીના તહેવારોની સિઝનમાં સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે શનિવારે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ફુલ ક્રીમ દૂધની કિંમત 61 રૂપિયા પ્રતિ લિટરથી વધીને હવે 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તેનાથી સામાન્ય લોકોનું બજેટ બગડી શકે છે. દેશમાં છૂટક ફુગાવા (Retail Inflation) નો દર પહેલાથી જ સાત ટકાથી ઉપર છે.
અચાનક થયો વધારો
અમૂલના દૂધમાં આ વધારો અચાનક થયો છે. આજે સવારે લોકોને વધેલા ભાવે દૂધ મળ્યું હતું. અગાઉ અમૂલે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે અમૂલે વધતા ખર્ચને હવાલો આપ્યો હતો.અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં અમૂલ ગોલ્ડ અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થયો છે. આ વધારાનું કારણ ફેટના ભાવમાં થયેલો વધારો છે. જો કે ગુજરાતમાં આ વધારો થયો નથી.
ઓગસ્ટમાં આ કારણે ભાવમાં થયો હતો વધારો
અમૂલે ઓગસ્ટમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારે ડેરીએ કહ્યું હતું કે ઓપરેશન અને પ્રોડક્શનમાં વધેલા ખર્ચના કારણે અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પાછલા વર્ષની સરખામણીમાં એકલા પશુ આહારની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.
માર્ચમાં પણ વધી હતી કિંમત
આ સિવાય અમૂલે આ વર્ષે માર્ચમાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે પણ દૂધ બે રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. આ વધારાનું કારણ ડેરી દ્વારા વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચને જવાબદાર ગણાવ્યું હતું. અમૂલે માર્ચ મહિનાથી દૂધના ભાવમાં પ્રતિ લિટર 6 રૂપિયાનો વધારો કર્યો છે.ઉલ્લેખનીય છે કે હાલ મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે અમૂલના ભાવમાં વધારો થતા લોકોને મોટો ફટકો પડ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500