Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મર્ડરના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી આમોદ પોલીસ

  • March 20, 2021 

મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરિક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસં અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા બાબતેની સુચના આધારે આમોદ પો.સ્ટેમાં નોંધાયેલ ગુ.ર.નં A - 11199003210152 / 2021 IPC 302 , 506 ( 2 ) . જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયેલ હોય.

 

 

 

 

 

જે ગુનાનો આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને પકડી લેવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી.ગોહિલ સાહેબ જબુસર વિભાગ, જંબુસર નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ કે.એચ.સુથાર નાઓએ સદર આરોપીને ઝડપી પાડવા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી મોકલી આપવામાં આવેલ તે દરમ્યાન પો.સ.ઇ કે, એચ.સુથાર નાઓને બાતમીદારથી બાતમી મળતા સદર આરોપી રાજેશભાઈ નગીનભાઇ વસાવા રહે,દોરા,નવીનગરી,વસાવાવાસ તા.આમોદ જી.ભરૂચનાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application