Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં અમિષભાઈ સુભાષભાઈ વર્મા ગુમ થયા

  • June 15, 2022 

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપીના જી.આઈ.ડી.સી. કોપરલી રોડ, જુના સી. ટાઈપ બ્લોક નં. C/૨, ઘર નં.૨૬ ખાતે રહેતા મૂળ રહેવાસી રાજસ્થાનના ઝુનજુનુ જિલ્લાના નવલગઢ તાલુકાના અમિષભાઈ સુભાષભાઈ વર્મા તા.૩૧/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે પોતાના ઘરેથી એમના મમ્મી પુષ્પાબહેનને નોકરી પર જાઉં છું એમ કહી પોતાની મોટર સાઈકલ લઈ કોઈ અગમ્ય કારણસર જતા રહ્યા હતા.



જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૨૬ વર્ષ, ઊંચાઇ ૬ ફૂટ ૨ ઈંચ, રંગે ઘંઉવર્ણ, અને મજબૂત બાંધો છે અને ધો.૧૦ સુધી અભ્યાસ કરેલો છે. તેમણે ઝોમાટો કંપનીનું લાલ કલરનું ઝોમાટો લખેલુ ટી-શર્ટ, ક્રીમ કલરનું પેન્ટ અને પગમાં ચંપલ પહેરેલા છે. જે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઇને ભાળ મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application