તાપી જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી ભારેથી અતી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે જિલ્લામાં અનેક નાના મોટા રસ્તા અને પુલને નુકસાન થયુ છે. લોકોને હાડમારીનો ભોગ ન બનવુ પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સહિત લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી/કર્મચારીઓ સતત સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે. જેમાં ડોલવણ તાલુકાના કુંભીયા પંચોલ ખાતે આવેલ સબમર્સીબલ બ્રિજ પર ભારે વરસાદના કારણે નુકશાન થવા પામેલ હતું. જેના કારણે ત્રણ ગામોને આવન જાવન માટે ભારે તકલીફ પડી હતી.
આ અંગેની માહિતી જિલ્લા કંટ્રોલરૂમને મળતા સંબંધિત વિભાગને જાણકરવામાં આવી હતી. ત્યારબાદ આ પુલ ઉપર તાપી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાબડતોડ પુલ રીપેરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે આજરોજ રીપેરીંગ કામગીરી ૨૪ કલાકમાં પુરી થતા રસ્તો ખુલ્લો કરતા પ્રજામાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. વહિવટીતંત્ર દ્વારા રાહત કામગીરી વિજળી વેગે પુરી કરતા ગામજનોએ તંત્રની સરાહના કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઉપરાંત ડોલવણના પદમડુંગરી નિચલા ફળીયા રોડ, વ્યારા તાલુકાના લખાલી-ચીચબરડી-રાણીઆંબા-ઢોંગીઆંબા રોડ અને ઝાંખરી-બીરબરા રોડ ઉપર પણ રાહત અને રીપેરીંગ કામગીરી હાથ ધરી ક્લાકોના સમયમાં જ કામગીરી પુર્ણ કરવામા આવી છે.
તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે કંટ્રોલરૂમ ૨૪*૭ કાર્યરત
તાપી જિલ્લામાં વધુ વરસાદને કારણે કોઇ નુકશાન ન થાય તે માટે જરૂરી તકેદારીઓ રાખવા તથા તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારી/કર્મચારીને ફરજો સોંપી તમામ ફ્લ્ડ કંટ્રોલરૂમ ૨૪*૭ કલાક કાર્યરત રાખવા તથા જિલ્લાના સતત સંપર્કમાં રહેવા નિવાસી અધિક કલેક્ટર તાપી દ્વારા સુચનો આપવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ૨૪*૭ કલાક કાર્યરત કરવામાં આવ્યા છે. જે આ મુજબ છે: તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો ટોલ ફ્રી નં-૧૦૭૭ અને ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ છે.
- મામલતદાર કચેરી વ્યારા ૦૨૬૨૬-૨૨૪૦૧૨,
- મામલતદાર કચેરી ડોલવણ- ૦૨૬૨૬-૨૫૧૦૧૨,
- મામલતદાર કચેરી વાલોડ- ૦૨૬૨૫-૨૨૦૦૨૧,
- મામલતદાર કચેરી સોનગઢ- ૦૨૬૨૪-૨૨૨૦૨૩,
- મામલતદાર કચેરી ઉચ્છલ- ૦૨૬૨૮-૨૩૧૧૦૫,
- મામલતદાર કચેરી નિઝર- ૦૨૬૨૮-૨૪૪૨૨૩,
- મામલતદાર કચેરી કુકરમુંડા- ૦૨૬૨૮-૨૨૩૩૨૪ ઉપર સંપર્ક કરવો.
આ ઉપરાંત કોઇ પણ આકસ્મિક પરિસ્થિતીઓનું નિર્માણ થાય તેવા સમયે તાત્લાકિક પહોંચી વળવા માટેના આગોતરા પગલાઓ લેવા તેમજ તમામ અધિકારીશ્રીઓએ પૂર્વ પરવાનગી વગર હેડક્વાર્ટર ન છોડવા વહિવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500