Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે નિફ્ટીએ ઓલટાઈમ હાઈનો રેકોર્ડ તોડ્યો, સેન્સેક્સમાં પણ ઉછાળો

  • December 01, 2023 

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં આજે શેરબજારે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી છે અને સેન્સેક્સે 67 હજારનું લેવલ પાર કરી લીધું છે. સેન્સેક્સે 67296.96ના લેવલ સુધીનો ઊછાળો દેખાડી ભારતીય શેરબજારની મજબૂતી બતાવી છે. BSEનો સેન્સેક્સ 308.52 પોઈન્ટના વધારા સાથે 67,296.96નાં સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. આ સિવાય NSE પર નિફ્ટી 96.1 પોઈન્ટના વધારા સાથે 20,229.25 પર ઓલટાઇમ હાઈ ટ્રેડ કરી રહી છે. સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, સન ફાર્મા, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર લીલા માર્કમાં જોવા મળી રહ્યા છે.




આ સિવાય વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટાઈટન અને મહિન્દ્રાના શેર પણ નફામાં ટ્રેડ કરી રહ્યા છે. ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. બુધવારે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ હતી. જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના GDP કરતા પણ વધુ છે. આ સપાટીને પર કરતા જ ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું છે. મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને સર્વિસ સેક્ટરના સારા દેખાવને પગલે ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 7.6 ટકાના દરે વિકાસ કર્યો છે એટલે કે GDP 7.6 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application