'માનવ ગરીમા યોજના' હેઠળ ડાંગ જિલ્લાના જામલાપાડા ગામના યુવા અમર ગાવિતને પોતાના ધંધા રોજગાર અર્થે મોબાઇલ રીપેરીંગ ટુલકીટ મળી હતી. જે ટુલકીટ મેળવી અમર ગાવિતે ગામમા મોબાઇલ રીંપેરીંગનીની દુકાન ચાલુ કરી છે. આ દુકાન દ્વારા અમર પોતાનો ધંધો રોજગાર ચલાવી કુંટુબનુ ભરણ પોષણ કરી રહ્યા છે.
સરકાર દ્વારા માનવ ગરીમા સહાય યોજના હેઠળ, અનુસૂચિત જાતિના લોકો કે, જેઓ નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામા આવે છે. કડીયાકામ, સેન્ટીંગ કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, બ્યુટી પાર્લર, હેર કટીંગ (વાળંદ કામ), સુથારીકામ વગેરે કુલ 28 જેટલા નાના મોટા ધંધા રોજગાર અર્થે સાધન સહાયની કીટ આપવામા આવે છે. જે કીટ મેળવી અનુસૂચિત જાતિના લોકો પોતાનો ધંધો રોજગાર કરી શકે છે.
માનવ ગરીમા યોજના હેઠળ ડાંગ જિલ્લાના લાભાર્થી અમર ગાવિતને આદિજાતી વિકાસ વિભાગની યોજનાકીય સહાય દ્વારા મોબાઇલ રીપેરીંગ ટુલકીટ મળી હતી, જેમા તેઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે તેઓ આર્થિક રીતના સધ્ધર બન્યા છે.અમર ગાવિત જણાવે છે કે, તેઓના કુંટુબની આર્થીક પરિસ્થીતી નબળી હોવાના કારણે, રોજગારી અર્થે બહારગામ જવુ પડતુ હતુ. પરંતુ હાલ તેઓ પોતાના ગામમા જ મોબાઇલ રીપેરીંગની દુકાન ચલાવી રહ્યા છે. ધંધો શરૂ કરવા માટે અમરને માનવ ગરીમા યોજના અંગે જાણ થતા આદિજાતી કચેરીમા જરૂરી દસ્તાવેજો રજુ કર્યા હતા. જે બાદ મોબાઇલ રીપેરીંગની કીટ મળી હતી.
અમર ગાવિત જણાવે છે કે, મોબાઇલ રીંપેરીગની ટુલકીટ મળતા નાની દુકાન શરૂ કરી અને સાથે દુકાનમા અન્ય કામો પણ શરૂ કર્યા છે, જે બાદ તેઓને આર્થીક રોજગારી મળવા લાગી. આજે તેઓને રોજગારી માટે બહાર ગામ જવુ પડતુ નથી.અમર ગાવિત પોતાના ધંધા રોજગાર થી કુંટુબને સધ્ધર બનાવ્યા છે. તેઓના ધંધામા તેઓની પત્ની પણ સાથ આપી રહ્યા છે. ધર બેઠા રોજગારી મળતા તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500