રાજયમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોના કારણે તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે જણાવ્યું છે કે, જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો શનિ-રવિ અને જાહેર રજાના દિવસોએ પ્રતિબંધિત રહેશે.
આ ઉપરાંત આગામી હોળી ધુળેટીનો તહેવાર જાહેરમાં ઉજવણી કરવી પ્રતિબંધિત રહેશે. જિલ્લામાં કોવિડ સ્કવોડ ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જે સતત ફરતી રહી મોલ, શોપીંગ સેન્ટરો, ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર કોવિડ-19ના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરશે જિલ્લામાં યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટો દરમિયાન ફરજિયાત ટેસ્ટીંગ કરાવવા તેમજ પ્રેક્ષક વગર મેચ યોજવા જિલ્લા કલેકટર રાવલે આદેશ કર્યો છે.
કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ થતો જણાશે તો પોલીસ ફરિયાદ કરવા તંત્રની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે. જિલ્લા કલેકટર રાવલે જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, જિલ્લામાં કોરોના નિયંત્રણમાં છે, ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવા સૌના હિતમાં હોવાનું જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500