વલસાડ જિલ્લામાં પાંચમાં દિવસે પડી રહેલ વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે વલસાડ જિલ્લાના લો-લેવલ કોઝ-વે ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેને લઈને વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જાયરે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતા વલસાડ જિલ્લાના 53 જેટલા રસ્તાઓ થયા બંધ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં ગતરોજથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
વલસાડ જિલ્લાની નદીઓ પૈકી ઔરંગા, પાર, દમણ, ગંગા, વણઝાર નદી સહિત જિલ્લાની તમામ નાની-મોટી નદીઓમાં જળસ્તર વધવા બે કાંઠે વહી રહી છે જોકે જિલ્લાની નદીઓમાં વધતી જતી જળ સપાટી પર વહીવટ તંત્રની નજર છે વલસાડ જિલ્લામાં લો-લેવલના પુલ અને રસ્તા ઉપર વરસાદી પાણી તેમજ નદીઓના પાણી ફરી વળતા કુલ 53 જેટલા રસ્તાઓ ઓવર ટોપિંગને લીધે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે વહીવટ તંત્ર દ્વારા જીવનના જોખમે કોઈ રસ્તો ન ઓળંગે તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થતા જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તમામ નદીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500