છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લાઈને જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. જિલ્લામાં આવેલ તમામ નદીઓ ઉપર જળ સ્તર વધી રહ્યા છે. જિલ્લા પંચાયત હસ્તક કુલ 75 અને 2 સ્ટેટના રસ્તા ઉપર વરસાદી પાણી ફરિવળતા સ્થાનિક લોકોમાંને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વલસાડ જિલ્લાના ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ઉપર વાસમાં આવેલા 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં 584 mm વરસાદ ખાબકતા વલસાડ જિલ્લા કલેક્ટર, દાદરા નગર હવેલીના સેલવાસ કલેક્ટર અને દમણ કલેક્ટરની ઓનલાઈન બેઠક યોજવામાં આવી હતી. ઉપર વાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને મધુબન ડેમનું લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા 1.50 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં પ્રતિ કલાકે 50 હજાર ક્યુસેટથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
જેને લઈને સેલવાસ, વાપી અને દમણ વિસ્તારમાં આવેલા દમણગંગા નદીના તટ વિસ્તાતમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર, દમણ કલેક્ટર અને સેલવાસ કલેક્ટર દ્વારા દમણગંગા નદી તટ વિસ્તારમાં વધતા જતા પાણીના સ્થર ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા કલેકટર દ્વારા દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા ગામોના સરપંચો અને અગ્રણીઓ સાથે સતત સંપર્કમાં રહીને નદીના જળ સ્થર ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને નદીની જળ સ્થર સપાટી વધતી હોય ત્યારે નદીમાં માછલીઓ પકડવા કે કપડાં ધપવા કે નાહવા ન જવા સૂચનાઓ આપી છે. જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને અલગ અલગ ગામોમાં મોકલાવી નદીની સપાટી લેવલ ચેક કરવામાં આવી રહ્યા છે. નદીના તટ વિસ્તારમાં લોકો સેલ્ફી લેવા ન એકત્રિત થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application