રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ટેકનીકલ કારણસર ૨૪ અને ૨૫ એપ્રિલે બંધ રહેશે. જે પક્ષકારોએ તા.૨૪ અને ૨૫ એપ્રિલની એપોઈમેન્ટ લીધી હશે તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ- ૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.
રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત તા. ૧૧ અને ૨૫ માર્ચ તેમજ ૦૪,૦૭ અને ૦૮ એપ્રિલ-૨૦૨૩ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી,જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું. આગામી તા.૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે તેમ,નોંધણી સર નિરીક્ષક સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ,ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
અગાઉ જે પક્ષકારોએ તા.૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ની એપોઈમેન્ટ લીધી હોય તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે તેમણે અગાઉ મેળવેલા ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500