લખનૌ માં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. બેલગામ બદમાશોએ મઉ જિલ્લાની એક પૂર્વ બ્લોક પ્રમુખના પતિ અજીત સિંહની ગોળી મારીને હત્યા કરી દીધી. અજીત સિંહ ધારાસભ્ય મુખ્તાર અંસારીના નજીકના માનવામાં આવતા હતા.
લખનૌના વિભૂતિખંડમાં ધોળેદિવસે ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. ફાયરિંગ કરનારા શખસોએ મઉના એક પૂર્વ બ્લોક પ્રમુખના પતિ અને મુખ્તારના નજીકના ગણાતા અજીત સિંહને નિશાન બનાવ્યા. તેમના પર ફાયરિંગ થયું. આ હુમલામાં અજીત સિંહનું મોત થયું જ્યારે તેની સાથે હાજર એક શખસને ગોળી વાગવાની લીધે ઘાયલ થયો.
આ સિવાય ત્યાંથી પસાર થનારો રાહદારી પણ આ ગોળીબારની ચપેટમાં આવી ઈજાગ્રસ્ત થયો. તેને પગમાં ગોળી વાગી. જ્યારે ઘટનાને અંજામ આપીને બદમાશો ફરાર થયાં. પોલીસને જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી. અજીત સિંહના મૃતદેહને કબ્જે લીધો. જ્યારે ઘાયલ સાથી અને રાહદારી આકાશને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતા. આ હત્યાકાંડને લઈને પોલીસ દરેક એંગલથી તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને ગેંગવોર તરીકે જોવામાં આવી રહી છે. પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ ઘટના સ્થળ અને આસપાસ લાગેલા સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500