આહવાની યુવતી સાઇબર ફ્રોડનો શિકાર બન્યો છે. જયારે ઠગ ઈસમે પોતે ડોક્ટર હોવાની ઓળખ આપી સુરતની કિરણ હોસ્પિટલમાં ડોક્ટર અને ટ્રસ્ટી હોવાનું જણાવી, આઠ વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર આહવાની યુવતી પાસેથી ડી.એમ.એલ.ટી.નાં કોર્સમાં ઓછી ફીએ એડમિશન કરાવી આપવાની લાલચ આપી રૂપિયા 1,07,000 લાખ પડાવી લીધા હતા. આહવા ખાતે રહેતી યુવતી પર એક મહિના પહેલા પોતાની ઈન્સ્ટાગ્રામ ID પર એક શખ્સનો હાઈનો મેસેજ આવતા આગળ વાતચીત વધતાની સાથે યુવતીને વિશ્વાસમાં લઈ પોતે એક ડોક્ટર છે અને સારી કોલેજમાં એડમિશન અપાવ શકે છે તેવું જણાવ્યું હતું.
યુવતીએ બી.એસ.સી. માઈ ક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો અને આગળ વધુ અભ્યાસ કરવા એડમિશન લેવું છે. તેમ જણાવી રૂપિયા આપ્યા બાદ ઠગે ઉડાઉ જવાબ આપતા યુવતીએ સુરતની કિરણ હોસ્પિટલમાં તપાસ કરી તો એવો કોઈ કોર્સ ચાલતો નથી. એવું જાણવા મળ્યું હતું. યુવતીએ આરોપી કૃણાલ પટેલને મારે કોઈ એડમિશન નથી કરવાનું મારા રૂપિયા પાછા આપી દો. એવું કહેતા તેણે યુવતીને ધમકી આપી કે, તારો મોબાઈલ હેક કરી લીધો છે. તારા ફોટા વીડિયો વાયરલ કરી નાખીશું, તને બદનામ કરી નાખીશું, જરૂર પડે તો આહવા આવીશ અને તને મારી નાખીશ. આખરે યુવતીએ આહવા પોલીસ સ્ટેશને ઠગ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500