અમરાઈવાડી ઝોનમાં ટોરેન્ટનાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા પંકજ ચૌધરીએ ઈસનુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સવારે ટોરેન્ટ પાવરની અમરાઇવાડી ખાતેની ઓફિસથી વિજિલિયન્સ ટીમનાં અધિકારી એન.જે.શાહ તથા એ.પી. પટેલ તથા ટેકનીશીયન વિજય રતિલાલ પરમાર તથા અન્ય ટીમનાં માણસો સાથે ઇસનપુર વિસ્તારમાં સુર્યનગર ચોકીની આસપાસ વિજ ચેકિંગ તથા અનઅધિકૃત રીતે વપરાતા પાવરમાં લાગેલ વીજ વાયરો કાઢવાની કામગીરી કરવા માટે રવાના થયા હતાં અને આ ટીમ સુર્યનગર ચોકીની સામે આવેલ છાપરામાં રહેતા મુસ્તાક દિવાનના મકાનમાં વિજ ચેંકિગ તથા વાયરો કાઢવાનું ચેકિંગ કરતી વખતે આ મુસ્તાકના ઘરમાં વીજચોરી થતી હોવાનું જણાયું હતું.
આ બાબતે મુસ્તાક તથા તેની પત્ની શેરબાનુંને આ વાતની જાણ કરતા આ બંને પતિ પત્ની અમારા સાથી કર્મચારીઓ ઉપર ઉશ્કેરાઇ ગયા હતાં અને ગંદી ગાળો બોલતા હતાં અને અહિંથી જતા રહો પોલીસ અમારું કંઈ બગાડી નહીં લે તેમ જોર જોરથી બૂમો પાડતા હતાં. જેથી પંકજભાઈએ તેમને ગાળો નહીં બોલવા સમજાવતા મુસ્તાક સ્ટાફના વિજયભાઈ સાથે જપાજપી કરવા લાગ્યો હતો. આ દરમ્યાન તેના બે દીકરા પોતાના હાથમાં એક એક છરી લઈ પાછળથી આવી ગયેલ અને છરીનો એક ઘા કર્મચારી વિજય પરમારના જમણા હાથના બાવળા ઉપર મારી દેતા લોહી નીકળવા લાગેલ અને આ જ વખતે સમીર તેના હાથ માની છરીનો ઘા વિજયભાઈ ઉપર કરવા જતા પંકજભાઈ તથા અન્ય સાથી કર્મચારીઓ વચ્ચે પડેલ અને સમીરનો હાથ પકડી લીધેલ હતો.
ત્યારબાદ સાથે કર્મચારી માંથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધેલ અને મુસ્તાક તથા તેના બંને દીકરા સાથે મળી વિજયભાઈને શરીરે માર મારવા લાગેલ જેથી અમો તથા સાથી કર્મચારીઓએ આ વિજયભાઈને વધુ માર માથી છોડાવેલ આ દરમ્યાન સમીર અને ચણા વિજયભાઇને ગદીંગાળો બોલતા બોલતા જણાવેલ કે હવે પછી અમારા ઘરની આજુબાજુમાં લાઈટ ચેક કરવા માટે આવતા નહીં નહિતર તમને બધાને જાનથી મારી નાખશું તેવી ધમકી આપીને આ બંને ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતાં. આ વિજયભાઈને વધુ લોહી નીકળતા દુખાવો થતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ એલ.જી હોસ્પિટલ ખાતે લઈ જતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે નારાયણા હોસ્પિટલ રખિયાલ ખાતે લાવતા હાલમાં વિજયભાઈને એ આર.ટી.યુ વોર્ડમાં દાખલ કરેલ છે અને હાલમાં તેમની સારવાર ચાલુ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500