અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાએ મોટી કાર્યવાહી કરી હતી. જોકે આ કાર્યવાહીમાં જિલ્લામાં 14 જેટલા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અંતર્ગત ખોટી હાજરી પુરનાર અને પ્રોત્સાહન આપનાર એક પી.આઈ.ને પણ સસ્પેન્સ કરી દેવામાં આવ્યા હતા. આ 14 પોલીસ કર્મીઓ ફરજ પર હાજર ન રહેતા કાર્યાવાહી કરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પોલીસ કર્મીઓ છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી હાજર ન રહેતા તેમના પર કાયદેસરનાં પગલા લેવામાં આવ્યા અને 14 કર્મચારીઓને સસ્પેન્સ કરી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં SP અમિત વસાવાએ પોલીસ કર્મી પર કામગીરીને લઈ એક મોટી કાર્યવાહી કરી હતી. આ પોલીસ કર્મીઓ ફરજ બેદરકારી રીતે હાજર ન રહેતા તેના પર યોગ્ય એક્શન લેવામાં આવી હતી.
છેલ્લા એક વર્ષથી પોલીસ કર્મીઓ ગેરહાજર રહ્યા હતા તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં એક પી.આઈ.ને પણ ફરજમાં બેદરકારી અને અનિયમિતતા મામલે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. આ પોલીસ કર્મીમાં કોનસ્ટેબલ અને અન્ય અધિકરીઓ પર પગલા લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓની પોલીસ રેકોર્ડ પર તેમની હાજરી રહેતી હતી પણ ફિઝિકલ રીતે તે કોઈપણ રીતે કામગીરીમાં હાજર રહેતા ન હતા જેથી તેમના પર કડક પગલા લેવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500