અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારનાં મુકાદમને રૂપિયા 5,000/-ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યો છે અન્ય સફાઈ કર્મચારીને સવારથી સાંજ કામ કરવા સમય નોકરીમાં હેરાન પરેશાન નહીં કરવા અને હાજરી પૂરી લેવા માટે લાંચ માંગી હતી. જેથી કર્મચારીએ એ.સી.બી.ને જાણ કરતા ટ્રેપ ગોઠવી સીટીએમ ચાર રસ્તા પાસેથી જ રૂપિયા 5000/-ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે યુવક નોકરી કરે છે. જેઓને તેઓની ફરજમાં સવાર તથા સાંજે એમ બે ટાઇમ સફાઇ માટે જવાનું હોય છે. શહેરના સીટીએમ વિસ્તારમાં પવિત્રકુંજ સોસાયટીમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સહદેવભાઇ રામજીભાઇ સોઢા સફાઈ કર્મીઓના મુકાદમ છે. યુવકને સફાઈ કામદાર તરીકે નોકરીમાં હેરાન પરેશાન નહી કરવા તેમજ હાજરી પૂરી લેવા માટે સહદેવભાઈએ રૂપિયા 5000/- હજાર લાંચની માંગણી કરી હતી.
સફાઈ કર્મચારી યુવકને લાંચનાં નાંણા આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.ની ટીમ દ્વારા લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સહદેવભાઈને સી.ટી.એમ. ચાર રસ્તા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સામે, સર્વિસ રોડ ઉપર જ રૂપિયા 5000/-ની લાંચ લેતા એ.સી.બી.ની ટીમ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500