ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨માં જે તે વિસ્તારમાં ખેતી કાર્યમાં વપરાતા સાધનો (ટ્રેક્ટર તથા ટ્રેક્ટર ઓપરેટેડ સાધનો) જરૂરીયાતમંદ એવા અનુ જાતિ, અનુ. જનજાતિ, નાના, સીમાંત તથા આર્થિક રીતે નબળા ખેડૂતોને સરકારે નક્કી કરેલા ભાવથી મળી રહે તેવા હેતુથી ભાડે આપવા એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ કરવાનું નક્કી કરેલ છે.
આ યોજનામાં સંસ્થાઓ/ખેડૂત જૂથ: પ્રાઈમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી(PACS), ફાર્મરગ્રુપ, ફાર્મર પ્રોડ્યુસર કંપની, સહકારી સંસ્થા, સખી મંડળ, સેલ્ફ હેલ્પ ગ્રુપ પાત્રતા ધરાવતી ભરૂચ જીલ્લાની સંસ્થાઓ, ખેડૂત જૂથ કે સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવતા કૃષિ ડીપ્લોમાં/કૃષિસ્નાતક/અનુસ્નાતક/બી.આર.એસ. વગેરેની અરજીઓ મેળવવા તા.૨૫/૦૭/૨૦૨૧ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. રસ ધરાવતી ભરૂચ જીલ્લાની સંસ્થાઓ, ખેડૂત જૂથ કે સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવતા અરજી કરવા ઈ-ગ્રામ સેન્ટર મારફતે અથવા https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરવા વિનંતી છે.
અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ અરજીની નકલ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ, અનુ.જાતિ, અનુ.જનજાતિનાં લાગુ પડતા હોઈ તે કિસ્સામાં દાખલા જે તે ગામના ગ્રામસેવક અથવા તાલુકા પંચાયતની ખેતીવાડી શાખામાં દિન-૭ માં જમા કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત – ભરૂચે કરવાની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500