ખેડૂતોને સસ્તા ભાવે દવા, ખાતર અને બિયારણ પૂરું પાડવામાં આવશે નાબાર્ડ અને ઇફ્કો કિસાન કંપનીના સહયોગથી ભારત સરકારની ૧૦,૦૦૦ FPO (ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) યોજના અંતર્ગત બનેલી ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લી.ના એગ્રો-ઈનપુટ સેન્ટરનું ઉદ્ઘાટન ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે કરવામાં આવ્યું હતું.
ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને સસ્તા ભાવે દવા, ખાતર બિયારણ પૂરું પાડવામાં આવશે. વલસાડ જિલ્લા કલેકટરએ FPO બનાવવાના ફાયદા, સરકાર તરફથી મળતા લાભો અને એફપીઓ દ્વારા ખેડૂતો કેવી રીતે મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તેની માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસીયા દ્વારા FPOને ખેતીવાડી ખાતા દ્વારા મળતા લાભ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. નાબાર્ડના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ મેનેજર ગૌરવ કુમાર દ્વારા FPOને નાબાર્ડ અને ભારત સરકાર દ્વારા મળતા લાભની જાણકારી આપી હતી. ઇફકો કિસાન સુવિધા લિ. કંપનીના દ્વારા ધરમપુર ફાર્મર્સ કંપની દ્વારા થયેલી કામગીરી અને અગાઉના સમયમાં થનાર કામગીરી વિશે માહિતી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500