રિંગરોડની ધનલક્ષ્મી માર્કેટમાં બીજા માળે રીધન ફેશન પ્રા.લીના માલીક પાસેથી રૂપિયા ૧૫.૩૮ લાખનો ગ્રે-કાપડનો માલ ખરીદ્યા બાદ કલકત્તાના અગ્રવાલ દમ્પતિએ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ અલથાણ સીટીલાઈટ આશીર્વાદ રેસીડેન્સીમાં રહેતા કરીશ્માબેન દિનેશભાઈ ધનકાણી(ઉ.વ.૪૦) રિંગરોડની ધનલક્ષ્મી માર્કેટમાં બીજા માળે રિધન ફેશન પ્રા.લીના નામે ધંધો કરે છે. કરીશ્માબેન પાસેથી ગત તા ૨૮મી ઓગસ્ટ ૨૦૧૮થી ૧૩ નવેમ્બર ૨૦૧૮ના સમયગાળામાં હરી રામ સ્ટ્રીટ પી.ઍસ. કલકત્તા ખાતે શોર્ય ટ્રેડીંગના નામે ધંધો કરતા કવિલા અગ્રવાલ અને પ્રભાકર અગ્રવાલે અલગ-અલગ બીલ ચલણથી કુલ રૂપિયા ૧૫,૩૮,૦૦૮નો ગ્રે-કાપડનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારા ધોરણ મુજબ નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી કરતા કરીશ્માબેને ઉઘરાણી કરતા આરોપીઓએ ગાળાગાળી કરી પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે કરીશ્માબેનની ફરિયાદ લઈ કવિતા અને પ્રભાકર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application