ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. દક્ષીણ ગુજરાત સહિત ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન ફુંકાયો હતો, ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. ખાસ કરીને તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લાના વ્યારા,ડોલવણ સહિત કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો, અહીં સોમવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, અચાનક જિલ્લામાં કમોસમી માવઠું પડ્યું છે.અહીના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, ગાજવીજ સાથે પવન ફૂંકાયો હતો.કેટલાક વિસ્તારમાં પશુઓએને ખવડાવવાનો ઘાસ-ચારો પણ વરસાદમાં પલડી ગયો હતો. પાકને નુકશાનની ભીતિ છે. જિલ્લાના અનેક વિસ્તારમાં માવઠાના વાદળોથી ખેડૂત ચિંતીત છે.
રાજયમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી અસર ગુજરાતા વાતાવરણ પર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 3 દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. થંડરસ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે, ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500