પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માંચી ખાતે યાત્રિકોના વિશ્રામ માટે બનાવામાં આવેલ વિશ્રામ કુટીરોમાં થયેલી દુર્ઘટના બાદ અન્ય કુટિરો યાત્રીકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વિશ્રામ કુટિરો ઉતારી દેવામાં આવી છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે આથી એક સપ્તાહ પહેલા માંચીના ચાચર ચોકમાં યાત્રિકોનાં વિશ્રામ માટે બનાવવામાં આવેલી એક વિશ્રામ કુટિર ધરાશાય થયા હોવાની દુર્ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય આઠ યાત્રિકોને ઇજાઓ થવા પામી હતી. આ બનાંવને લઇ વહીવટી તંત્ર સજ્જ બની બાકીની કુટિરો 100 ટકા સુરક્ષિત છે કે કેમ તે સ્પષ્ટ ના થાય ત્યાં સુધી તે કુટિરનો કોઈ યાત્રિકો ઉપયોગ ન કરે તે માટે તે કુટિરોને કોર્ડન કરી તે કુટિરનો કોઈ ઉપયોગ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સદનશીબે તે કુટિરોમાં ગતરોજ કોઈ યાત્રિકો બેઠા ન હોવાથી ઢડતી સાંજે ફ્રી એક કુટિર ધરાશાય થતા દુર્ઘટના થતી અટકી હતી. ત્યારબાદ ગતરાત્રિ એ બાકીની વિશ્રામ કુટિરો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વિશ્રામ કુટિર ઉતારવાની કામગીરી દરમ્યાન એક કુટિરનો મલબો કામકરતા કામદારો ઉપર ધરાશય થતા ચાર કામદારો દબાયા હતા. જેને લઈ માંચી ચાચર ચોક ખાતે અફ્ડા તફ્ડી મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે લવાયા હતા. જ્યાં તેઓની પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ માંચી ચાચર ચોક ખાતે યાત્રિકોના વિશ્રામ કરવા માટે કુલ 12 કુટિર બનાવામાં આવી હતી. જે પૈકી એક અને ત્યાદબાદ બે કુટિર ધરાશાઈ થઇ હતી. બાકીની 9 પૈકી 7 કુટિર ગત રાત્રીએ ઉતારી લેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application