ભરૂચ-ચાંચવેલ ગામ ખાતે સામાજીક પ્રસંગ ના જમણવારમાં ૧૫૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ ની અસર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે આજ રોજ મુસ્લિમ સમાજ દ્વારા ૧૧મી ના મહિનાના તહેવાર નિમિત્તે નિયાઝ નો સામાજીક પ્રસંગ યોજવામાં આવ્યું હતું,જે દરમિયાન જમણ વાર બાદમાં એક સાથે ૧૫૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર સર્જાતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
આ સમયે વાગરા વિધાનસભા બેઠક ના ઉમેદવાર સુલેમાન પટેલ પણ પ્રસંગ માં હાજર હોય તેઓને પણ જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ ની અસર વર્તાઈ હતી, અચાનક એક સાથે ૧૫૦ થી ૨૦૦ જેટલા લોકો ને ફૂડ પોઇઝનિંગ અસર ની ફરિયાદો મળતા જ ભરૂચ ૧૦૮ ઇમરજન્સી વિભાગ ની ૮ થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના થઇ હતી તેમજ તમામ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર સહિત નજીકની હોસ્પિટલો તથા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતા,ચાંચવેલ ગામ ખાતે સામાજિક પ્રસંગ દરમિયાન સર્જાયેલ આ ઘટના અંગેની જાણ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા ને થતા તેઓએ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જઈ તમામ દર્દીઓ ને યોગ્ય સારવાર મળી રહે અને તમામ હોસ્પિટલ સ્ટાફ હાજર રહે તે અંગેના સૂચનો કરી ઘટના અંગેની માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application