Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમૂલ બાદ સુમુલ ડેરીએ પ્રતિ લિટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો કર્યો

  • April 05, 2023 

સુરતની સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ લિટર દૂધના ભાવમાં રુ. 2નો વધારો ડેરી દ્વારા કરવામાં આવ્યો છે. 500 એમએલના દૂધના ભાવમાં રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અમૂલે ભાવ વધાર્યા બાદ સુમુલે પણ ભાવમાં વધારો કર્યો છે.

દૂધના ભાવમાં વધારો થતા એક તરફ શહેરી વિસ્તારમાં લોકોને વધુ દૂધ મોંઘુ પડશે તો બીજી તરફ પશુ પાલકો માટે આ સારા સમાચાર છે.પશુ પાલકોને છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવો પહેલાની સરખામણીએ સારા એવા મળી રહ્યા છે.એક પછી એક ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે તેનો સિધો ફાયદો પશુપાલકોને મળી રહ્યો છે.પશુપાલકોને પણ દૂધના ભાવમાં વધારો થતા ખાસ કરીને આ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને તેનો વધુ ફાયદો મળી રહ્યો છે.

તાજેતરમાં જ અમૂલચ દ્વારા પ્રતિ લિટર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે સુરતની સુમુલ ડેરીએ પણ આ ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો અને 500 એમએલના દૂધના પાઉચ પર રૂ.1નો વધારો કર્યો છે. જોકે,છાસનો ભાવ અને 250 એમએલ દૂધના પાઉચ પર ભાવ યથાવત રાખ્યો છે. જેથી લિટર અને 500 એમએલ પર વધારો કરાયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો 500 એમએલ દૂધનો સૌથી વધુ ઉપયોગ કરે છે.



1 એપ્રિલે અમૂલે કર્યો હતો વધારો

અમૂલે 6 મહિનામાં બીજીવાર વધારો કરતા 1 એપ્રિલથી નવો ભાવ અમલી કરતા ગોલ્ડની 500 એમએલની થેલીનો રૂ.1 વધારતા રૂ.32માં પડી રહી છે તો લિટરમાં 2 રુપિયાનો વધારો કર્યો છે. અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના હવે 60 રુપિયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application