પરણિતા ઘરેથી નીકળી ટ્રેનમાં બેસી નજીકના રેલ્વે સ્ટેશન ઉતરી અફસોસ કરી જીવનનો અંત લાવવાની વાતો કરી રહી હતી,જેની કોઈએ 181 અભયમ ટીમને જાણ કરી હતી, વેરાવળ અભયમ ટીમે એક મહિલાને આત્મહત્યા કરવાના વિચારોમાંથી મુક્ત કરી પીડિતાની સુરક્ષા અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો છે.
ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાનાં જામવાળા ગામેથી એક જાગૃત નાગરિકે 181 માં ફોન કરી એક મહિલા ટ્રેનમાંથી ઉતરયા બાદ રોવે છે અને તેને પુછવાથી એક જ વાત કરે છે કે ,મારૂ કોઈ નથી ,મારે મરી જવું છે.તેમ કહેતા 181 અભયમ ટીમને જાણ કરતા ફરજ પર હાજર રહેલ સેવાના કાઉન્સેલર મનીષાબેન ધોળિયા ,હેડ.કો. સોનીબેન , રામભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડીત મહિલાને પહેલા શાંત પાડી સાંત્વના આપી હતી . બાદમાં તેમનું અભયમ ટીમ દ્વારા કાઉન્સિલીંગ કરતા જણાવ્યું હતું કે ,મહિલા હાલ ઉના તાલુકાના એક ગામે રહે છે અને તેણીના લગ્નના 25 વર્ષ થયાં છે.દામ્પત્ય જીવનમાં પતિ અવાર નવાર મારકૂટ કરતા હોય અને વહેમ રાખી બીભત્સ શબ્દો બોલે છે,જેનાથી કંટાળી જઈ હવે મહિલાને કોઈને જરૂર નથી અને જિંદગીથી થાકી ગયેલ છું અને ટ્રેન આવે એટલે ટ્રેન હેઠળ પડતુ મૂકી મરી જવાનું રટણ કરતી હતી,
જેથી પીડિતા મહિલાને જીંદગી ખુબસુરત કિતાબ છે,તમારે જેવું લખવું હોય તેવું લખાય તેમજ હકારાત્મક વિચારવાનું કહેલ અને જિંદગીએ પાછો મોકો આપ્યો છે તો તેને સારી રીતનાં જીવવું જોઈએ,જેથી પીડિત મહિલા વાતને સમજી અને હવે મરવાનાં ક્યારેય વિચાર નહી કરૂ અને 181 ને મળતા એક નવો રસ્તો મળેલ છેપરં.તુ હાલ હું નહીં મારા પિયરમાં જઇશ કે નહીં મારા સાસરીમાં,હું અત્યારે તમારી સાથે સુરક્ષિત છું ,મને તમારી સાથે લઈ જાવ,જેથી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર વિશે સમજ આપી તેમજ પીડિતાની સુરક્ષા અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં રિફર કરેલ હોવાનું જણાવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500