વલસાડનાં પારડી તાલુકાના કોચરવા કુંભાર ફળિયા તળાવ કિનારે એક વ્યક્તિનું ગળું કાપી તારીખ 2જી જૂન 2012ના રોજ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા પાંચુ ઉર્ફે પંકજરાય લલ્લુ રાયની પત્નીના આડા સંબંધ કુશ સાહુ સાથે હોવાનો વહેમ રાખી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આરોપી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. વલસાડ એસ.ઓ.જી.ના. પી.આઈ.ને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર હાઇવે હોટલમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો. આરોપીને ઝડપી પાડવા ઘણી વખતે સંભવિત વિસ્તારોમાં ચેક કરતા મળી આવ્યો ન હતો. જેથી આરોપી ટોપ ટેન વોન્ટેડ યાદીમાં નામ ધરાવતો હતો. આરોપીને પકડનારી વ્યક્તિને રૂપિયા 10 હજારનું ઇનામ જાહેર કરાયું હતું. બનાવની વુગ્ત એવી છે કે, વલસાડ જિલ્લાના ટોપ 10 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વલસાડ એસ.પી.એ એસ.ઓ.જી.ના પી.આઈ.ને સૂચના આપી હતી. જે સુચનાના આધારે વલસાડ જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ ટોપ 10 વોન્ટેડ આરોપીઓની સંભવિત જગ્યાએ ચકાસણી હાથ ધરાઈ હતી.
જે દરમ્યાનને મળેલી બાતમીના આધારે તારીખ 2 જૂન 2012ના રોજ પારડી તાલુકાના કોચરવા કુંભરવાડ ફળિયામાં આવેલા તળાવ કિનારે મળેલી કુશ પ્રસાદ ઉર્ફે વિરૂ વિષ્ણુપ્રસાદ સાહુનું ગાળું કાપી હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી પાંચુ ઉર્ફે પંકજ રાય અંકલેશ્વર હાઇવે ઉપર આવેલી હોટલ હાઇવેમાં આવવાનો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વલસાડ SOGની ટીમે તાત્કાલિક અંકલેશ્વર ખાતે આવેલી હાઇવે હોટલ પાસે બાતમીના વર્ણનવાળા આરોપીની વોચ ગોઠવી હતો. જે દરમ્યાન આરોપી પાંચુ ઉર્ફે પંકજ રાય અંકલેશ્વર હાઇવે ઉપર આવેલી હાઇવે હોટલમાં આવતા આરોપીને ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGની ટીમે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા વર્ષ 2012માં હત્યાના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું. SOGની ટીમે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસ સહિત વિવિધ ટીમોએ ઘણી વખત આરોપીના સંભવિત જગ્યાઓ ઉપર રેડ કરી તપાસ કરવામાં આવતી હતી.
પરંતુ હત્યારો આરોપી મળી આવતો ન હતો. જેથી વર્ષ 2022માં જાહેર થયેલી જિલ્લાની વોન્ટેડ યાદીમાં ટોપ 10 નામમાં પાંચુ ઉર્ફે પંકજરાય લલ્લુરાય રાયનું નામ જાહેર થયું હતું. તેને પકડી આપનાર વ્યક્તિને રૂપિયા 10 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. પાંચુ ઉર્ફે પંકજ રાયની પત્નીનું કુશ સાહુ સાથે પ્રેમ સબંધ હોવાની શંકામાં ગુસ્સામાં આવીને તારીખ 2 જૂન 2012ના રોજ પારડી તાલુકાના કોચરવાના કુંભાર ફળીયામાં આવેલ તળાવ કિનારે બોલાવ્યો હતો. જે બાદ પંકજ રાયની પત્ની સાથે આડા સંબંધને લઈને કુશ સાહુ સાથે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં ગળું કાપી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. છેલ્લા 11 વર્ષ ઉપરાંતથી આરોપી પોલીસ ધરપકડથી બચવા અલગ અલગ જગ્યાએ છુપાતો રહેતો હતો. વલસાડ SOGની ટીમે બતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને આરોપીને અંકેલશ્વર હાઇવે ઉપરથી ઝડપી પાડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500