રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માંથી અદનાન સામીનું ગીત કાઢી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. રાજકુમાર રાવની હઠનાં કારણે આ ગીત ફિલ્મમાંથી કાઢી નખાયું હોવાનું કહેવાય છે. રાજ કુમાર રાવ આ ગીતનું શૂટિંગ કરી ચૂક્યો છે. જોકે તેણે પોતાના લીપ સિંક અને અદનાન સામીના અવાજ વચ્ચે કોઈ મેળ જ નહિ ખાતો હોવાની દલીલ કરી આ ગીત કાઢી નાખવા જીદ પકડી હતી. આખરે રાજ કુમાર રાવની જીદ સામે સર્જકો ઝૂકી ગયા હતા. અદનાન સામીના આ ગીતની અગાઉ સંગીતકાર સચીન જીગર દ્વારા ઘોષણા કરાઈ હતી. તે પછી રાજ કુમાર રાવના આ નિર્ણયથી સૌને ભારે આંચકો લાગ્યો હતો. જોકે આ સમગ્ર વિવાદ અંગે રાજકુમાર રાવે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application