નાશિક શહેરનાં મ્હસરુળ વિસ્તારમાં આવેલ એક આધારાશ્રમમાં ભણતી 14 વર્ષની સગીરા પર સંચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના તા.24 નવેમ્બરનાં રોજ બની હતી. આ ઘટના બહાર આવતાં પોલીસે બળાત્કાર અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે આધારાશ્રમમાં રહેતી અન્ય નિવાસી સગીરાઓની પૂછપરછ કરતા આશ્રમની વધુ ચાર સગીરાઓ પર અત્યાચાર થયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બહાર આવ્યા બાદ પોલીસે હર્ષલ મોરે ઉર્ફે સોનુ સર (ઉ.વ.28) સામે વધુ ગુનાઓ દાખલ કરવાની તપાસ હાથ ધરી હતી. ઘટના બાદ પોલીસનાં ઉચ્ચાધિકારીઓ મ્હસરુખ પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
નાશિક શહેરનાં મ્હસરુખ વિસ્તારમાં આવેલી ધ કિંગ ફાઉન્ડનેશન સંસ્થા સંચાલિત જ્ઞાનદીપ ગુરુકુલ આધારાશ્રમમાં એક મહિના પહેલા તા.14 વર્ષની એક સગીરા પર અહીંના શકમંદ સંચાલક હર્ષલ મોરેએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના ગુરૂવારે પ્રકાશમાં આવી હતી. તા.13 ઓકટોબર 2022નાં રાત્રે 12 વાગ્યે હર્ષલ મોરે ઉર્ફે સોનુસર સગીરા પાસે આવ્યા હતા અને તેનો હાથ ખેંચી તેને એક રૂમમાં લઈ ગયા હતા. અહીં સગીરાને અશ્લીલ વીડિયો દેખાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ સગીરાએ આ પ્રકારનું નિવેદન પોલીસ સામે કર્યું હતું.
અત્યાચાર બાદ ડરી ગયેલી પીડિતૌ જ્યારે પાછી તેના રૂમમાં ગઈ ત્યારે તેણે તેના સાથે કરેલ અત્યાચારની વાત અન્ય વિદ્યાર્થિનીઓને કરતાં અમુક વિદ્યાર્થિનીઓએ તેમની સાથે પણ આ પ્રકારનો અત્યાચાર થયો હોવાનું જણાવ્યું હતું. પીડિતાએ પોલીસ ફરિયાદમાં આ મુજબનો ઉલ્લેખ કર્યો હતો. પીડિતાનાં ચોંકવનારા નિવેદન બાદ પોલીસે આ દિશામાં ઊંડી તપાસ આદરી હતી. ત્યારબાદ અન્ય પીડિતાનાં નિવેદન નોંધી આરોપી સામે વધુ ચાર સગીરા પર બળાત્કાર ગુજારવાનો ગુનો અને પોક્સો કાયદા તેમ જ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમ, પોલીસે આરોપી મોરેની ધરપકડ કરી તેને ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં હાજર કરતા કોર્ટે 30 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500