Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી રવિવારનાં રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખી ગાંધીનગર ડેપો દ્વારા વધારાની બસ દોડાવવામાં આવશે

  • April 07, 2023 

સમગ્ર રાજ્યમાં આગામી રવિવારે ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો ઉમેદવારોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી તંત્ર દ્વારા પણ વધારાની બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર ડેપો દ્વારા ઉમેદવારો માટે ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી રવિવારે એટલે કે તારીખ 9 એપ્રિલનાં રોજ પંચાયત પસંદગી મંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપશે.






ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ત્યારે અલગ અલગ સેન્ટર ઉપર ઉમેદવાર નિયત સમયે પહોંચી શકે તે માટે બસ પણ દોડાવવામાં આવશે. તે અંતર્ગત ગાંધીનગર ડેપો દ્વારા જે ઉમેદવારો બસની સુવિધા નો લાભ મેળવવા માંગે છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ બુકિંગ પણ ઉમેદવારો માટે કરવામાં આવી રહ્યું છે. તો રવિવારે યોજાનારી પરીક્ષા અંતર્ગત ડીસા, પાલનપુર, પાટણ તેમજ વડોદરા સહિત જે વિસ્તારમાં ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા માટે જવાના છે તેમના માટે વધારાની બસ દોડાવવામાં આવશે. તો બીજી તરફ પરીક્ષા પૂર્ણ થયા બાદ ગાંધીનગર શહેરમાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હશે તેમને પરત ફરવા માટે મુશ્કલી ન પડે તે માટે પણ સ્ટેન્ડ બાય બસ રાખવામાં આવી છે. પરીક્ષાના દિવસે વિવિધ રૂટ ઉપર વધારાની 30 બસ દોડાવવામાં આવશે. જેથી ઉમેદવારોને પણ અવરજવરમાં સરળતા મળી શકે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application