Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અભિનેત્રી તબુ ફરી એક વાર ઓસ્કાર વિજેતા ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ડ્યૂન’ એક પ્રિકવલમાં જોવા મળશે

  • May 17, 2024 

બૉલીવુડ અભિનેત્રી તબુ દ્વારા ઘણા બધા યાદગાર પાત્રો ભજવ્યા છે અને હાલમાંજ કૃતિ સેનન અને કરીના કપૂર સાથેની ફિલ્મ ‘ક્રૂ’ હિટ નીવડી હતી, પણ હમણાં જાણવા મળ્યું છે કે તબુ ને ફરીથી હોલિવૂડ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી છે, ઓસ્કાર વિજેતા ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ડ્યૂન’ એક પ્રિકવલ બનવા જઈ રહી છે, જેની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવેલી ઘટનાઓ પહેલાની હશે. આ વાર્તા એક વેબ સિરીઝમાં બતાવવામાં આવશે, જેમાં તબ્બુને કાસ્ટ કરવામાં આવી છે.


તબૂને ‘ડ્યુન: પ્રોફેસી’ માટે કાસ્ટ કરવામાં આવી છે, જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ મેક્સ માટે બનાવવામાં આવી રહી છે. આ શોમાં તે સિસ્ટર ફ્રાન્સેસ્કાની ભૂમિકા ભજવવા જઈ રહી છે તેના પાત્રનું વર્ણન આ રીતે છે – ‘જે લોકો શક્તિશાળી, બુદ્ધિશાળી અને આકર્ષક સિસ્ટર ફ્રાન્સેસ્કાને જુએ છે તે ક્યારેય તેની છાપને ભૂલી શકતા નથી. ફ્રાન્સેસ્કાનું પુનરાગમન, જે એક સમયે સમ્રાટનો પ્રેમ હતો, તે કેપિટોલમાં સત્તાનું સંતુલન બગાડશે. તબ્બુના અભિનયથી દરેક જણ પ્રભાવિત છે, પરંતુ શોમાં તેના પાત્રની છાપ એટલી મજબૂત છે કે તેને વાંચ્યા પછી લોકો શોની આતુરતાથી રાહ જોશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application