Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અભિનેતા પ્રકાશ રાજને EDએ 100 કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા

  • November 24, 2023 

EDએ ત્રિચી સ્થિત જ્વેલરી ગ્રુપની વિરુદ્ધ 100 કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડથી સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે અભિનેતા પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યા છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અભિનેતા પ્રકાશ રાજને EDએ 100 કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ 20 નવેમ્બરે ત્રિચી સ્થિત એક પાર્ટનરશીપ કંપની પ્રણવ જવેલર્સ સાથે સંકળાયેલ સંપત્તિની તપાસ કરી હતી.



આ તપાસ પછી પ્રણવ રાજને સમન્સ પાઠવવામાં આવ્યા છે. દરોડા દરમિયાન વિભિન્ન વાંધાજનક દસ્તાવેજો, 23.70 લાખ રૂપિયા રોકડા અને 11.60 કીલો સોનાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા હતાં. EDના સૂત્રો આપેલી માહિતીથી સંકેત મળી રહ્યાં છે કે પ્રકાશ રાજને બોલાવવા  પ્રણવ જવેલર્સ દ્વારા બનાવવામાં આવેલ સોનામાં રોકાણની બનાવટી સ્કીમની વ્યાપક તપાસનો ભાગ છે. 58 વર્ષીય અભિનેતા આ કંપની બ્રાન્ડ એમ્બેસેડર રહ્યાં છે. તેમને આગામી સપ્તાહમાં ચેન્નાઇમાં ફેડરલ એજન્સીની સામે રજૂ થવા જણાવવામાં આવ્યું છે. પોન્ઝી સ્કીમ પ્રણવ જવેલર્સ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. ઇડીએ આ કેસ તમિલનાડુ પોલીસ ઇકોનોમિક ઓફેન્સિસ વિંગની એફઆઇઆરને આધારે દાખલ કર્યો હતો. પ્રણવ જવેલર્સે આકર્ષક રીટર્ન આપવાનું વચન આપીને સોનામાં રોકાણ કરવાના નામે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application